શેખ હસીનાને ભારતથી પરત લાવવા તમામ પ્રયાસો કરીશુંઃબાંગ્લાદેશ

બાંગ્લાદેશની વચગાળાની સરકારે મંગળવારે જણાવ્યું હતું કે તે પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાને ભારતમાંથી પરત લાવવાના તમામ પ્રયાસો ચાલુ રાખશે અને જો જરૂર પડશે તો આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માંગ કરશે.

કાયદા સલાહકાર આસિફ નઝરુલે ઢાકામાં સચિવાલય ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે જો નવી દિલ્હી હસીનાને પરત કરવાનો ઇનકાર કરે કરશે તો તે બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની પ્રત્યાર્પણ સંધિનું ઉલ્લંઘન હશે. અમે પ્રત્યાર્પણ માટે પત્ર લખ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો ભારત ઇનકાર કરશે તો વિદેશી બાબતોનું મંત્રાલય આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષા આ મુદ્દો ઉઠાવવા માટે જરૂરી પગલાં લેશે. વિદેશ મંત્રાલય પણ પ્રયાસો કરી રહ્યું છે અને રેડ એલર્ટ જારી કરાયો છે. અમે અમારાથી બનતા તમામ કરી રહ્યા છીએ. સરકાર શેખ હસીનાને પરત લાવવાના તમામ પ્રયાસો ચાલુ રાખશે. જો જરૂર પડશે તો આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવામાં આવશે.

બાંગ્લાદેશમાં 5 ઓગસ્ટે ઉગ્ર વિરોધ પ્રદર્શનને પગલે શેખ હસીના ભારતમાં ભાગીને આવ્યા હતાં. આ પછીથી તેઓ ભારતમાં રહે છે. બાંગ્લાદેશના ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ (ICT)એ હસીના અને કેટલાક ભૂતપૂર્વ કેબિનેટ મંત્રીઓ, સલાહકારો અને લશ્કરી અને નાગરિક અધિકારીઓ માટે માનવતા અને નરસંહાર વિરુદ્ધના ગુનાઓ માટે ધરપકડ વોરંટ જારી કર્યા છે. ગયા વર્ષે ઢાકાએ નવી દિલ્હીને રાજદ્વારી નોટ મોકલીને હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી હતી.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15

Comments on “શેખ હસીનાને ભારતથી પરત લાવવા તમામ પ્રયાસો કરીશુંઃબાંગ્લાદેશ”

Leave a Reply

Gravatar