ભારતના પ્રવાસે ગયેલી ઈંગ્લેન્ડ સામેની વન-ડે સીરીઝ તથા ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતીય ટીમની જાહેરાત ગયા સપ્તાહે કરાઈ હતી, જેમાં એક મહત્ત્વના પરિવર્તનમાં ટોપ ઓર્ડર યુવા બેટર શુબમન ગિલને ઉપસુકાનીપદની જવાબદારી સોંપવામાં આવી છે.
વન-ડે સીરીઝ તથા ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની વાપસી થઈ છે, તો જસપ્રીત બુમરાહનો ત્રીજી અને અંતિમ વન-ડે માટેની ટીમમાં સમાવેશ કરાયો છે, જો કે, તેની ફિટનેસ વિષે હજી ચોક્કસ સ્પષ્ટતા મળતી નથી. બીજી તરફ, મોહમ્મદ સિરાજનો ટીમમાં સમાવેશ કરાયો નથી.સ્પીનર કુલદીપ યાદવનો પણ ઈજામાંથી બહાર આવતાં ટીમમાં સમાવેશ કરાયો છે.
ઈંગ્લેન્ડ સામેની સીરિઝ માટે ટીમ:
રોહિત શર્મા (સુકાની), શુબમન ગિલ (ઉપસુકાની), શ્રેયસ ઐય્યર, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, ઋષભ પંત, કે. એલ. રાહુલ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અને મોહમ્મદ શમી. બુમરાહનો
ચેમ્પિયન્સ ટ્રોફી માટે 15 સભ્યોની ટીમની પસંદગી કરવાની હોવાથી એકમાત્ર ફેરફારમાં હર્ષિત રાણાનો તેમાં સમાવેશ કરાયો નથી.
Comments on “ઈંગ્લેન્ડ વન-ડે શ્રેણી, ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં ગિલ ઉપસુકાની”